SATYANARAYAN KATHA

The Satyanarayan katha has a total of five parts. Here is a short summary of all the chapters in the katha –

Chapter 1

One Naradi, while traveling all over the world came to Bhuloka. He found all the people suffering due to their past Karmas and didn’t know how to be free. So he immediately went to Lord Narayana to find the solution for freeing the people from their problems. He told him the problem and asked him a way to relieve the miseries of mankind. The Lord told him that a Vrat called Sri Satyanarayan Pooja will have to be performed. The Vrat could be performed by anyone and will provide them the pleasures of the world as well as liberation. It could be done any day in the evening and all the desires of the observer will be fulfilled.

Chapter 2

Shri Narayana tells Narada the further story-

An old and poor Brahman lived in Kashi. He was very poor and always begged to fill his stomach. Narayana loved Brahmans and hence he disguised himself and went to the Brahman and asked him- what ails you old Brahman? The Brahman said- I am old and poor and I want a way to remove my poverty. So the lord told him to observe Satyanarayan Vrat and explained him the procedure. The Brahman performed the Vrat the next day using the things he earned in his begging’s. Soon he became very rich and started performing the Vrat every month. He attained all the pleasure of life and eventually reached liberation.

The puja spread through this incident-

The Brahman was performing Shri Satyanarayan Pooja, when a woodcutter saw it. He asked the Brahman who told him that the puja fulfilled all the desires when it was performed. So the woodcutter performed the Puja the next day according to the procedure said by the Brahman. His worries disappeared and he became happier after that.

Chapter 3

Once there was a noble king called Ulkamukh. He was just and true. He always helped the needy. Once while performing the Satyanarayan puja on the banks of the river, a merchant came in his ship with valuable goods. Upon asking the king about the puja, the king told him everything. So the merchant went home and performed the puja and later he and his wife Lilavathi were blessed with a girl. But after the birth he did not perform the Vrat saying that he will do it the day his daughter gets married. When that day came he postponed it again. So the lord decided to teach them a lesson. One day the merchant and his son-in-law went to town. On the way they rested under a tree. At that time two thieves stole from the king’s palace and ran away. They saw the merchant under the tree and kept what they stole near him. The king’s soldiers thought that the merchant and his son-in-law were the thieves and threw them in the jail. The true thieves stole everything from the merchant’s house making his wife and daughter poor. The merchant and the wife realised their mistake and the wife performed the Satyanarayan puja. After this the king had a dream that the merchant was innocent and he was released and given a lot of wealth as compensation.

Chapter 4

After the release the merchant was returning home when the lord appeared before him the form of a Sanyasi. He asked the merchant what he had in the ship and the merchant lied and said dried leaves. The Sanyasi said Tathasthu. When the merchant went to his ship he found dried leaves and realized his mistake. He went back to the Sanyasi and asked forgiveness. The lord forgave him. When he was returning home on his ship his wife asked her daughter to complete the puja and went to the dock. The daughter in her haste to see her husband, did not take the Prasad and went like that. They waited for the ship to arrive but it did not. The Lord then revealed himself and told them about not keeping the Prasad. So the daughter ran home and completed the puja by keeping the Prasad. After that the family regularly performed the puja and lived happily. The reached Satyalok upon death.

Chapter 5

There lived a King called Angadwaj who was kind and righteous. Once he was returning from a hunt. He rested under a tree for a while. A group of cowherd boys had gathered near there to perform Shri Satyanarayan Pooja. They did not have anything except their daily bread. They offered the prasad to the king who, because of his ego left it untouched. Soon all his wealth was lost and his hundred children died. He realised that it was all due to his insulting the children’s puja. Immediately the king went to that very spot and performed the Satyanarayan Puja with full devotion and belief. The king was relieved of all his losses.

It is said that the one who reads or listens to this story will get rid of his anxieties and worries.

શ્રી સત્યનારાયણ કથા

અધ્યાય:- (૧ )
એક સમયની વાત છે. નૈમીષારણ્ય તિર્થક્ષેત્રમા શૌનક વગેરે ઋષીઓ ભેગા થયા હતા.
તે સમયે પુરાણો તથા મહાભારતના રચયીતા શ્રી વ્યાસ મુનીના પ્રધાન શિષ્ય સુતજી પણત્યા બિરાજમાન હતા.
શૌનક વગેરે રૂષિઓએ શ્રી સુતજીને પછ્યુ કે હે મહામુની! વ્રત અથવા તપથી ક્યુ મનોવાંછીત ફળ પ્રાપ્ત થાય છે, તે આપ અમનેસમજાવીને કહેવાની કૃપા કરો.
શ્રી સુતજીએ કહ્યુ: એક વાર આજ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રીલક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછયો હતો, એનો જે ઉત્તર ભગવાનેઆપ્યો હતો તે જ કથા હુ તમને સંભળાવુ છું.
એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમા ફરનાર યોગીરાજનારદજી ફરતા ફરતા મૃત્યુલોક મા આવ્યા. ત્યા એમણે ઘણાલોકોને પોતપોતાના પુર્વજન્મના કર્મ અનસુાર અનેક પ્રકારના દુ:ખો ભોગવતા જોયા.
“એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના આ દુ:ખો દૂર થઈ શકે”
એવુ વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુલોકમા શ્રી વિષ્ણુભગવાન પાસે પહોચ્યા.
મન-વાણીથી પર, આદી, મધ્ય અને અંત રહીત, અનંત શક્તિવાળા, સર્વના મૂળ કારણરૂપ, નિર્ગુણ છતા ગુણાત્મા, ભક્તોના દુ:ખો દૂર કરનાર તે દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા, ‘હું આપને વંદન કરુ છું.’
શ્રી ભગવાન બોલ્યા, હે ભાગ્યશાળી તમે શા માટે આવ્યા છો? તમારા મનમાં જે કાંઈ હોય તે સઘળુ કહો, હું તમને બધુ જ જણાવીશ.
નારદ બોલ્યા: હે ભગવાન! પૃથ્વી પર કેટલાયે લોકો વિવિધ પ્રકારના દુ:ખોથી પીડાય છે. એ દુ:ખો દૂર કરવાનો કોઈ સરળઉપાય આપ જાણતા હો તો કૃપા કરી મને કહેવા આપને નમ્રવિનંતી કરુ છું.
શ્રી વિષ્ણુ ભગવાને કહ્યુ હે નારદ! લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પછ્યો. જે કરવાથી મોહમાંથી મુક્ત થવાય તે હું કહું છું તે સાંભળો.
મનુષ્ય લોકમા અને સ્વર્ગલોકમાં પણ દુર્લભ તથા મહા પુણ્ય આપનારૂ એક વ્રત છે. હે વત્સ ! તારા પરના પ્રેમને કારણે હું તને એ કહુ છું. એ છે સત્યનારાયણનુ વ્રત. યોગ્ય વિધિવિધાનથી એ વ્રત કરવાથી તરત જ સુખ મેળવી પરલોકમાંં મોક્ષ મળે છે.
ભગવાનનાં આ વાક્યો સાંભળી નારદ બોલ્યા: ‘આ વ્રતનું ફળ શું? એની વિધી શી છે? એ વ્રત ક્યારે કરવું ? તથા એ કોણે કર્યુ હતુ તે આપ મને વિસ્તારથી કહો.’
આ પવિત્ર વ્રત દુ:ખ શોક દૂર કરી સુખ, સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે. ભક્તિ અને શ્ર્રદ્ધાથી કોઈ પણ દીવસેસાંજે બ્રાહ્મણો, વડીલો, ઈષ્ટ મીત્રો અને સગાં વહાલાં સહીત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનુ વ્રત પૂજન કરવુ જોઈએ. સવાયોપ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદબધાંને વહેંચવો અને પોતે પણ લેવો.
આ પછી શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા બધા લોકો પોતપોતાના ઘરે જાય,અને નિશ્ચય કરે કે સત્ય વાણી અને સત્યાચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશુ.
આ રીતે સત્યનારાયણ ભગવાનનુ વ્રત કરવાથી મનષ્યની બધી મનોકામના અવશ્ય પુર્ણ થાય છે.
બોલો શ્રી સત્ય નારાયણ ભગવાનનો જય.

 અધ્યાય : – (૨)
આ રીતે સત્યનારાયણ ભગવાનનાં વ્રત વિધાન તથા મહાત્મ્ય જણાવતા શ્રી સુતજીએ શૌનક આદી ઋષિઓને કહ્યુ. આ વ્રત સૌપ્રથમ જેણે કર્યુ તેની કથા કહુ છું.
હે ઋષીઓ! અત્યંત રમણીય કાશી નગરીમાં શતાનંદ નામનો એકગરીબ બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજભીક્ષા માગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો.
એક દિવસજેને બ્રાહ્મણ પ્રિય છે એવા ભગવાન પોતે જ એક વૃદ્ધ બ્રાહ્મણનોવેષ ધારણ કરી એમની પાસે આવ્યા અને આદર પુર્વક કહ્યું.
“હે પ્રિય! તમે અત્યંત દીન બની રોજે રોજ શા માટે ભિક્ષા માગોછો?”
વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમ ભરી વાણી સાંભળી તે શતાનાંદ બ્રાહ્મણે કહ્યું. “હું બહુ જ ગરીબ છુ, આથી ભિક્ષા માટે ભટકું છું. જો આકષ્ટમાથી મુક્ત થવાનો કોઈ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરીનેમને અવશ્ય કહો.”
વૃદ્ધ બ્રાહ્મણ વેષધારી ભગવાન બોલ્યા:
“હે બ્રાહ્મણ! ઈચ્છીત ફળ આપનાર અને બધી જ મનોકામનાપુર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે. તમે એનુ જ પૂજનઅને સર્વશ્રેષ્ઠ વ્રત કરો. આ વ્રત કરવાથી મનુષ્ય આવા ગમનનાબંધનમાથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનુ સુખ મેળવે છે.”
તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધી બતાવી બ્રાહ્મણનો વેષ ધારણકરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અંતર્ ધ્યાન થઈ ગયા.
આ બ્રાહ્મણે જે વ્રત કહ્યુ તે હું કરીશ એવો નિશ્ચય તેણે કર્યો, આથીરાત્રેે બરાબર ઊંઘ પણ ન આવી. બીજે દીવસે વ્રત અનેપૂજનનો સંકલ્પ કરી શતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માગવાગયો. તે દિવસે તેને દરરોજ કરતા વધુ ધન મળ્યુ. તે ધન વડેશતાનંદે ભાઈબંધુઓ સહીત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યુ.
આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુ:ખોથી મક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બન્યો. શતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠબની ગયો.
ત્યારથી તે દર મહીને શ્રી સત્યનારાયણનું વ્રત કરતો.એ રીતે બધા દુ:ખોથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો.
શ્રી સુતજી બોલ્યા:
“ હે ઋષીમુનીઓ! શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કંઈ કહ્યુ હતુ તે બધું જ મેં તમને કહયુ છે. બીજુ વધારે તમારે શું સાંભળવું છે?”
શૌનકાદી ઋષીઓએ કહ્યુ:
“હે મુનીશ્રેષ્ઠ! અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાનીઈચ્છા થાય છે. તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે આ પૃથ્વી પર એવ્રત કર્યુ તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ. તો કૃપા કરીને અમનેકહો.”
શ્રી સુતજી બોલ્યા:
“ હે ઋષીઓ! એક સમયે આ બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠીયારો એના ઘરપાસેથી નીકળ્યો. તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકીબ્રાહ્મણના ઘરમાં ગયો. તેને વ્રત કરતા જોઈને નમન કરી કઠીયારાએ પુછ્યું:
“હે બ્રાહ્મણ ! આપ આ શું કરી રહયા છો અને એ કરવાથી શું ફળ મળે એ વિસ્તાર પુર્વક મને કહેવાની કૃપા કરો.”
કઠીયારાની વાણી સાાંભળી બ્રાહ્મણે કહ્યુ :
“બધાં ઈચ્છીત ફળ આપનાર આ શ્રી સત્યનારાયણભગવાનનુ વ્રત છે. એની કૃપાથી જ મને ધનધાન્યાદી સર્વ પ્રાપ્ત થયું છે.”
તેની પાસેથી આ વ્રતનુ મહાત્મ્ય જાણી કઠીયારો ઘણો જ ખુશી થયો, અને પ્રસાદ લઈ તથા પાણી પી લાકડાંનો ભારો માથે મૂકી“હું પણ આ વ્રત કરીશ” એમ વિચારી નગરમાં એના સદ્ ભાગ્યે જ્યા ધનીક લોકો રહેતા હતા ત્યા પહોચી ગયો. તે દીવસેતે કઠીયારાને એનાં લાકડાંનો રોજ કરતા બમણો ભાવ મળ્યો.
આપછી ખુશ થઈ સારા પાકાં કેળાં, દૂધ, ઘી, ઘઉનો લોટ વગેરે લઈઘરે આવ્યો. આ પછી પોતાના સગાં વહાલાંને બોલાવી વિધિપુર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યુ આ વ્રતના પ્રભાવથી ધનઅને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકનાં સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત થયો.
બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનો જય ||https://c0.pubmine.com/sf/0.0.3/html/safeframe.htmlREPORT THIS AD

 અધ્યાય: – (૩)
શ્રી સુતજી બોલ્યા:
“હે મુનીશ્રેષ્ઠ! હવે એની આગળની કથા ધ્યાન પુર્વકસાંભળો. ઘણા સમય પહેલાંની વાત છે. ઉલ્કામુખ નામનો એકઘણો મોટો, ઈન્દ્રિયજીત અને બુદ્ધીમાન રાજા હતો તે નિયમિત દેવમંદીરમા ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુઓને દાનઆપતો.
આ રાજાની પ્રમુગ્ધા નામની રાણી પતિવ્રતા અને કમળસમાન સુંદર મુખવાળી હતી. ઉલ્કામુખ રાજાએ પત્ની સહીત ભદ્રાનદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યુ. તે જસમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન લઇ ત્યાં આવી પહોચ્યો.
પોતાના વહાણને માલ સહીત કિનારા પર રાખી રાજા નજીક આવ્યોઅને વિનયપુર્વક પૂછ્યું:
“હે રાજા! ભક્તિપૂર્ણ મનથી આપ શું કરી રહયા છો? એકરવાથી શું ફળ મળે? એ બધુ આપ મને વિગતવાર કહેવાની કૃપાકરો.”
રાજાએ કહ્યું,
“હે શઠે! અમે પુત્રાદીની ઇચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત-પૂજન કરીએ છીએ.”
રાજાની આવી વાણી સાંભળી આદરપુર્વક શેઠે કહ્યું: “હે રાજન ! આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપાકરો, કેમ કે અમને પણ સંતતિ નથી. જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો એ વ્રત હું જરૂર કરીશ.”
આ રીતે રાજાનાં વચનો સાંભળી વેપારમાંથી પરવારી તે શેઠે આનંદપુર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનારા વ્રત વિશે બધુ જ કહ્યું.
સંતતિ દેનાર શ્રી સત્યનારાયણનું એ વ્રત જ્યારેઆપણને સંતતિ થશે ત્યારે અવશ્ય કરીશ.”
એક દિવસ તેની ધર્મપરાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્ણ મનથી પતિ સાથે યુક્ત બની. આથી શ્રી સત્યનારાયણ ભગવાનનીકૃપાથી તે ગર્ભવતી થઈ.
દસમા મહીને એક સુંદર કન્યાને તેણે જન્મ આપ્યો. તે કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી. તેનું નામકલાવતી રાખવામાાં આવ્યું. આ પછી એક દીવસ લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું:
“ આપે શ્રી સત્યનારાયણ ભગવાનનુ વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પુરો કરતા નથી?”
શેઠે કહ્યું: “અત્યારે વેપારમા તેજીને લીધે અવકાશ નથી, પુત્રીનાલગ્ન સમયે કરીશું”
આ રીતે પોતાની પત્નીને દીલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાંચાલ્યો ગયો. સમય વિતવા સાથે કલાવતી મોટી થવા લાગી. એકવાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતી જોઈ અને તે વિવાહનેયોગ્ય થયેલી લાગી. આથી શેઠે પોતાના ભાઇ-ભાંડુઓની સલાહલઇ વાળંદને આજ્ઞા આપી કે જલ્દી કલાવતીને યોગ્ય મુરતિયોશોધી લાવે.
શેઠની આજ્ઞાથી વાળંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાનાવિચારથી કાંચન નામની નગરીમાં પહોચ્યો.
એક સુંદર શરીરવાળા અને ગુણવાન વૈશ્ય પુત્રને જોઇ વિવાહનીવાત પાકી કરી આવ્યો.
શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનો સાથે રાખી તે શાહકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી. દુર્ભાગ્યે શેઠ આ સમયે પણ શ્રીસત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો. આથી શ્રીસત્યનારાયણ ભગવાન નારાજ થયા.
કન્યાના વિવાહ બાદ નિયત સમય મુજબ વેપારમા પરમ ચતુર તે શેઠ પોતાના જમાઈને લઇ રાજા ચંદ્રકેતુ રત્નસારપુર નામના સમદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોચી ગયો. તે સમયે શેઠને પ્રતિજ્ઞાભ્રષ્ટ થયેલો જોઈ સત્ય નારાયણ ભગવાને શાપઆપ્યો કે તને મહાન, દારુણ અને કઠીન દુ:ખ પ્રાપ્ત થાઓ.
એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી લઇ આ વેપારીઓ જ્યાંહતા ત્યાં આવ્યો. રાજાના સીપાઇઓ એ પીછો પકડ્યો જોઇ ભયનેલીધે તેણે ધન ત્યાં નાંખી દીધુ અને ભાગી ગયો.
જ્યાં આ સજ્જન વણીકો હતા ત્યાં રાજાના સીપાઇઓ આવ્યા, અનેરાજાનુ ધન ત્યાં જોયું આથી એ બંનેને દોરડાંથી બાંધી રાજા પાસે
લઇ આવ્યા અને કહ્યું:“હે પ્રભું! આપનું ધન ચોરનાર આ બંને ચોર આપની સમક્ષહાજર છે.”
સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું કશું ન સાંભળ્યું અને બંનેને મજબુત રીતે બાંધી કારાગારમાં પુરાવી દીધા.તેમનું જે ધન હતું તે પણ લઇ લીધું.
શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેઠના ઘરે એની પત્નીઅને પુત્રીની પણ ઘણી ખરાબ દશા થઇ. ઘરમાં જે કાંઇ ધન-સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા.
ભૂખ તરસથી દુ:ખી થઈ તેઓ મજુરી કરવા લાગી અને ભીક્ષા માગવા ચિત્તભ્રમ થઈ ઘર ઘરભટકવા લાગી. એક દીવસ ભૂખ-તરસથી વ્યાકુળ કલાવતી એકબ્રાહ્મણના ઘરે ગઇ. ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનુ વ્રત-પૂજન જોયું. શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી, પ્રસાદ લઇમોડી રાતે કલાવતી ઘરે ગઇ.
માતાએ કલાવતીને પ્રેમથી પુછ્યું:
“હે પુત્રી! આટલી રાત વીતવા સુધી ક્યાં હતી?
મનમાન્યું કેમ કરે છે?”
કલાવતીએ શાંત સ્વરે કહ્યુ: “મા, એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત-પૂજન જોયુ, જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારુ છે.”
કલાવતીનાં વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણભગવાનના વ્રતનું સ્મરણ થઇ આવ્યુ તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગા વહાલા સાથે વ્રત પૂર્ણ કર્યુ. લીલાવતીએભગવાનને પ્રાર્થના કરી વારંવાર વિનંતિ કરી:
“હે પ્રભુ! મારા પતિ અને જમાઇને જલદી ઘરે મોકલો.તેઓના અપરાધ ક્ષમા કરવામાં આપ જ સમર્થ છો.”
વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે જ રાત્રેસ્વપ્નમાં કહ્યું:“હે રાજન ! પેલા બન્ને બંદીવાન વણીકોને જેલમાંથી મુક્ત કરી જે કાંઇ ધન તેમનુ લઇ લીધું છે તે પરત જ પાછુ આપી દો. જો તું નહી ચેતીશ તો ધનપુત્ર સહીત તારા રાજ્યનો નાશ કરીશ.”
આમ કહીને ભગવાન અદ્રશ્ય થયા. સવાર થતા જ રાજા ચદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પુરેલા પેલા બંને વણીક મહાજનનેપોતાની સમક્ષ લાવવામાં આવે.
રાજાનાં આ વચનો સાાંભળી બંને મહાજનોને સેવકોએ મુક્ત કરીરાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું: ‘બંને વણીક પુત્રોને મુક્ત કરી લાવવામાં આવ્યા છે.’
બંનેએ રાજા ચંદ્રકેતુને નમસ્કારકર્યા.અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી બંને જણા ભય વિવહ્વળ બની મૌન રહ્યા, ત્યારે રાજાએ કહ્યું “તમને આ દારુણ દુ:ખ દૈવના પ્રકોપને લઈને ભોગવવું પડ્યું પણ હવેતમારે કોઈ ભય રાખવાનું કારણ નથી.” હજામત તથા સ્નાનાદી કરાવી, વસ્ત્રાલંકાર આપી, એમની પાસેથી લઈ લીધેલા ધનથીબેવડુ ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યુ: “હવે ખુશીથીતમે તમારા ઘરે જાઓ.”
રાજાને પ્રણામ કરી ‘આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું’ કહી તે બંને વૈશ્યોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યુ.
બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનનો જય.https://c0.pubmine.com/sf/0.0.3/html/safeframe.htmlREPORT THIS AD

 અધ્યાય :- (૪)
શ્રી સુતજી બોલ્યા: “યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે સ્વસ્તિવાચનકરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યુ. આવેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સન્યાસીના વેષમાં તેમની પાસે આવ્યાઅને બોલ્યા:“હે શેઠ! તમારી આ હોડીમાં શું ભર્યુ છે?”
ઘણા ધનથી છકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું: “હે સાધુ! તમે કેમ પૂછો છો? તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો? અમારીહોડીમાં તો વેલા-પાંદડાં જ ભરેલા છે.”
શ્રી સત્યદેવ ભગવાને આ વેપારીઓની કડવી અને મિથ્યા વાણીસાંભળી કહયુ: “સારુ ભાઇ, તમારી વાત સાચી પડો.”
એમ કહી સાધુ વેષધારી સત્યનારાયણ ભગવાન તરત જ આગળજઇ એક જગ્યાએ દરીયાની નજીક બેસી ગયા.
દંડી સન્યાસીના ગયા પછી શેઠ નિત્ય કર્મથી પરવારી જ્યારે હોડીપર ગયો ત્યારે હોડીને પાણીથી ઉપર હલકી તરતી જોઇ ગુચવણમાંપડી ગયો.
તેણે હોડીમાં વેલા-પાંદડાં જોયાં અને મૂર્છિત થઇ જમીન પર ઢળીપડ્યો. શેઠની એ દશા જોઈ એના જમાઇએ કહ્યું:
“ હે પિતા ! આપ ચિંતા શા માટે કરો છો? શોકથી વ્યાકુળ શામાટે થઇ રહ્યા છો? જરૂર એ પેલા સાધુ મહારાજના શાપને લીધેથઇ રહ્યું છે, એમાં શંકા નથી. આપ એના શરણે જાઓ. એ સર્વ શક્તિમાન છે અને કાંઇ પણ કરી શકે છે.”
જમાઈનાં આ વચન સાંભળી તેઓ બંને સાધુરૂપી ભગવાન પાસે જઇપગે પડી આદર સહીત વિનંતિ કરવા લાગ્યા:
“હે ભગવાન! હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો તે અમારોઅપરાધ ક્ષમા કરો.” આમ વારંવાર કહી ખુબ શોક કરવા લાગ્યો.
વેપારીઓને રડતા જોઇ સાધુ વેષધારી ભગવાને કહ્યું:
“ હે શેઠ! વિલાપ ન કર. મારી વાત સાંભળ. માનતા રાખી હોવાછતા તે મારી પૂજા કરી નહી. મિથ્યા વચનો બોલ્યો. આથી જ હેદુર્બુદ્ધિ ! તને વારંવાર દુ:ખ સહન કરવાં પડ્યાં.”
શ્રી સત્યદેવની વાત સાંભળી શેઠ તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો:
“હે પ્રભુ! સર્વ બ્રહ્માદી દેવતા પણ આપની માયાથી મોહિત છે, અને આ આપના આશ્ચર્યજનક ગુણ અને રૂપને જાણતા નથી. તમારીમાયાથી મોહીત હું શી રીતે જાણી શકું? વહાણમાં પહેલાં મારુ જેધન હતુ તે મને પાછુ આપો. હું મારા વૈભવ અનુસાર આપનુ પૂજન
કરીશ. શેઠના ભક્તિ વચનો સાંભળી સ્વામી સત્યદેવ ભગવાનપ્રસન્ન થયા.
ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. શેઠે આવીનેપોતાની હોડીને ધન-ધાન્યથી પૂર્ણ જોઇ.
‘સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ’ એમ કહી શ્રીસત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણકર્યુ.
નગર દેખાતાં જ શેઠે પોતાના જમાઈને કહ્યું, ‘જુઓ મારું રત્નપુરી.’ અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવારવાના કર્યો. દૂતે નગરમાં પહોચી શેઠની પત્નીને જોતા હાથ જોડીશુભ સમાચાર આપતા કહ્યું.
શેઠ પોતાના જમાઈ, બાંધવો અને પુષ્કળ ધન સાથે નગરની નજીકઆવી પહોચ્યા છે.
દૂતનો સંદેશો સાંભળી લીલાવતી બહુ જ ખુશ થઇ, અને ભગવાનસત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યુ કે હું જઇને એ લોકોનું સ્વાગત કરૂ છુ અને તું પણ (પૂજા પૂરી કરીને) જલ્દી આવ.
કલાવતીએ માઁ નાં વચનો સાંભળી (પ્રસન્ન થઇ) પૂજા પૂરી કરી પરંતુ પ્રસાદ લીધા વિના પોતાના પતિને મળવા તે પણ દોડી ગઇ.
પ્રસાદ ન લેવાથી ભગવાન સત્યદેવ નારાજ થયા અને કલાવતીનાપતિને એની હોડી સહીત અદ્રશ્ય કરી દીધો.
કલાવતી પોતાના પતિને ન જોતા તરત જ શોકથી વ્યાકુળ થઇજમીન પર ઢળી પડી.
કન્યા કલાવતી ને બહુ જ દુ:ખી અને હોડીને અદ્રશ્ય થયેલી જોઈ શેઠે મનમાં વિચાર્યુ ‘આ તે કેવું આશ્ચર્ય ?’ હોડી ચલાવનાર નાવિકો પણસહુ ચિંતાતુર થયા. પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈલીલાવતી પણ ખુબ ગભરાઈ ગઈ અને અતિ દુ:ખથી વિલાપ કરવા લાગી.
‘જરા વારમાં જમાઈ સાથે હોડી શી રીતે અદૃશ્ય થઈ ગઈ? કોણજાણે કયા દેવની અવગણના થઈ? હું કશુ જાણી શકતી નથી.સત્યદેવનું મહાત્મ્ય જાણવા કોણ શક્તીમાન છે?’ આમ કહીલીલાવતી પોતાના સ્વજનો સાથે વીલાપ કરવા લાગી.
પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુ:ખી થયેલી કલાવતીને પછીલીલાવતીએ ખોળામાં બેસાડી ખબુ રુદન કર્યુ કલાવતીએ પાદુકાલઈ પતિની પાછળ સતિ થવાનો મનસૂબો કર્યો.
કન્યાની આ દશા જોઈ અતિ શોકથી સંતપ્ત તે ધર્મવિદ્ સજ્જનવણીક પોતાની પત્ની સહીત વિચારવા લાગ્યો.
“આ ઘટના કયા દેવતાના કોપને લીધે બની? ભગવાન સત્યદેવનીમાયાથી અમે ભ્રમણામાં પડ્યાં છીએ.” એમ માની શેઠે પોતાનાંસગાં વહાલાંને બોલાવી સંકલ્પ કર્યો, ‘આ ઘોર સંકટ દૂર થતા જ હુંભગવાન સત્યનારાયણની પૂજા કરીશ.’ અને નમીને શ્રી સત્યદેવનેવારંવાર દંડવત્ પ્રણામ કરવા લાગ્યો.
આથી દીન જનોના ઉદ્ધારક ભક્ત વત્સલ સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપાકરી આકાશવાણીથી કહ્યું, ‘પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાનાપતિને જોવા દોડી આવી આથી જ ખરેખર એનો પતિ એ જોઇશકતી નથી.” જો એ ઘરે જઈ પ્રસાદ આરોગી પાછી આવશે તો એને એનો પતિ તરત જ પ્રાપ્ત થશે એમાં સંશય નથી.
કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાાંભળી કે તરત જ ઘરે જઇપ્રસાદ લીધો, અને ફરીથી જ્યાં એનો પતિ અંતર્ધ્યાન થયો હતો ત્યાં આવી. પોતાના પતિને સામે જોઇ સંતુષ્ટ થઈ પિતાને કહ્યું, “ચાલો હવે ઘરે જઈએ, વિલંબ શા માટે કરો છો?’
કલાવતીની વાત સાંભળી શેઠે પ્રસન્ન થઇ ભાઇ-ભાંડુઓ સાથેપોતાના ઘરે આવ્યો. અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજનકર્યુ. આ પછી પણ દર મહીનાની પુર્ણીમા તથા સંક્રાંતિના દિવસેનિયમ પુર્વક તે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવાલાગ્યો. આ વ્રતના પ્રતાપથી શેઠે આ લોકનાં સઘળાં સુખ ભોગવીઅંતે વૈકુંઠધામમાં પહોચ્યો.
બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનો જય ||https://c0.pubmine.com/sf/0.0.3/html/safeframe.htmlREPORT THIS AD

 અધ્યાય:- (૫)
શ્રી સુતજીએ કહ્યું. “આ પછીનું ચરિત્ર પણ ધ્યાન પુર્વક સાંભળો.પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે રાજા હતો. તેણે શ્રીસત્યદેવ ભગવાનનો પ્રસાદ તરછોડી ઘણું દુ:ખ મેળવ્યું.
એક વાર રાજા તુંગધ્વજ અનેક પશુપંખી મારી પાછા ફરતા એકવડના ઝાડ નીચે આરામ કરવા બેઠો. તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઇ-ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા.
રાજા અભિમાનના કારણે ન તો ત્યાં ગયો, કે ન તો તેણે ભગવાનનેહાથ જોડ્યા.
પૂજા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો, પરંતુ રાજાએ તે પ્રસાદન લીધો. પ્રસાદની અવજ્ઞાને લીધે રાજાના સો પુત્રો, ધનસંપતિવગેરે જે કંઇ હતું તે બધું નાશ પામ્યું.
(આ રીતે ભયંકર દુ:ખો પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આદુઃખો પડવાનું કારણ વિચાર્યુ અને નિર્ણય કર્યો )
“શ્રી સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે.આથી જ્યાં પેલા ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરીરહ્યા હતા ત્યાં જાઉ.”
આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પેલા ગોવાળો પાસે ગયો. તે લોકો સાથે મળી ઘણી ભક્તી અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણભગવાનનું પૂજન કર્યુ પ્રસાદ લીધો. આથી શ્રી સત્યદેવની કૃપાથીફરીથી ધન-ધાન્ય, પુત્ર-પૌત્રાદીથી સંપન્ન થઇ ગયો, અને આલોકનાં બધાં સુખ ભોગવી અંતે વૈકુંઠવાસી થયો.
પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધનધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરેછે.
દરીદ્ર હોય તે ધનવાન બને છે, કોઇ જાતના બંધનમાં હોય તો તેનાથી મુક્ત થાય છે. ભયભિત મનુષ્ય ભયમુક્ત બને છે, એમાં લેશ માત્ર શંકા નથી. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદફળ ભોગવી અંતમાં મોક્ષપદ પ્રાપ્ત કરેછે.
હે મહર્ષિ! હે બ્રાહ્મણો!
આપ સહુના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનુ વર્ણન કર્યુ છે. આ ઘોર કળીયગુ માં શ્રી સત્યનારાયણ ભગવાનનીપૂજા જ બધાાં દુ:ખોનુ નિવારણ કરી શકે છે. હે શ્રેષ્ઠ મુનિઓ! જે આકથા દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધાં પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે.
હે મુનિશ્વરો! જે લોકોએ પહેલાં વ્રત કર્યું હતું તેમના બીજા જન્મનીકથા સાંભળો : ~ ~
કાશી નગરનો પેલો શતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા હતો. ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તેને પરમ પદ પ્રાપ્ત થયું.
લાકડાં વેચનાર પેલો કઠીયારો કેવટ થયો, જેણે પોતાના હાથે ભગવાનરામચંદ્રનાં ચરણો ધોયાં અને તેમની સેવા કરી જન્મ-મરણનાંબંધનોથી મુક્ત થઇ ગયો.
ઉલ્કામખુ રાજા બીજા જન્મમાં રાજાદશરથ થયો. તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યું.
પેલો વેપારી શેઠ બની બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો. પોતાના પુત્રનું અડધું શરીર કરવત વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા. મહારાજતુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યા. તેમણે ભગવત્ સંબંધીકથાઓ દ્વારા સહુને ભગવાનના ભક્ત બનાવ્યા.
બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનો જય.|